GPRB Police Constable and PSI Physical test Call Letter 2025 : The GPRB has officially Released the Admit Card(Call Letter) for the Constable and PSI Recruitment 2025.Candidates who have applied for the position can now download their Hall ticket for the Upcoming Physical Efficiency Test (PET),Physical Standards Test (PST),written exam and Document Verification (DV) from the Official Lokrakshak recruitment Board Website.
Post Name : Constable -PSI
![]() |
GPRB Police Constable and PSI Physical test Call Letter 2025 |
Advt. No. GPRB/202324/1
:: તા.૦૧.૦૧.૨૦૨૫ ::
ભુલથી Gender ખોટી ભરાયેલ છે તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો….
કોલલેટર ડાઉનલોડ થતો નથી તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો….
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે સુચનાઓ
જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ જ રૂબરૂમાં અરજી કરવાની રહેશે.
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની અરજીનો નમુનો………
નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણોસર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં.
ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો.
ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં (પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરીક્ષાનો દિવસ/દિવસો અને પરીક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો)
ઉમેદવારના માતા/પિતા/ભાઇ/બહેન/દાદા/દાદી/પત્ની/પુત્ર/પુત્રીનું અવસાન થયેલ હોય તો.
ખાસ નોંધઃ
(એ) શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે.
(બી) ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.
(સી) જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.